વોટશેર : ભાજપને 1,57,341, કોંગ્રેસને 1,15,349 અને આમ આદમી પાર્ટીને મળ્યા 49,521 મત : 4581 મતદારોને એક પણ ઉમેદવાર પસંદ ન આવતા નોટા બટન દબાવ્યુંમોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ શેરીએ ગલીએ મતના હિસાબો ચાલી રહ્યા છે. કોને કેટલી સરસાઈ ક્યાં બુથમાં કોને કેટલા મત મળ્યાના ગણિત વચ્ચે રસપ્રદ બાબત સામે આવી છે.જેમાં જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ભાજપે ભલે 17 બેઠક કબ્જે કરી સતા મેળવી હોય પરંતુ સૌથી વધુ મત મેળવવામાં કોંગ્રેસના ઉમેદવારનો હાથ ઉપર રહ્યો છે.વાંકાનેર તાલુકાની તિથવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને સમગ્ર જિલ્લામાં સૌથી વધુ 9999 મત મળ્યા હતા.એ જ રીતે બગથળા બેઠક પર કોંગ્રેસના બીજા ઉમેદવારને પણ 9319 મત મળ્યા હતા.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં મતગણતરી બાદ ભાજપને સૌથી વધુ વોટશેર મળ્યો છે.જિલ્લાની કુલ 24 બેઠકમાં ભાજપને 17 બેઠક તો કોંગ્રેસને 7 બેઠક પર જીત મળી છે.જેમાં ભાજપને કુલ 1,57,341 મત, કોંગ્રેસને 1,15,349, આમ આદમી પાર્ટીને 49,521 અને અપક્ષ ઉમેદવારને 17,224 મત ઉપરાંત નોટામાં 4581 મત પડ્યા હતા.માત્ર 453 મતના તફાવતને કારણે ભાજપને પ્રમુખ પદ ન મળી શક્યુંરોટેશન મુજબ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ એસટી અનામત છે ત્યારે જિલ્લાની એક માત્ર એસટી અનામત નેકનામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરીયાને 6693 મત જયારે ભાજપના ઉમેદવાર ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયાને 6239 મત મળ્યા હતા આમ ભાજપે 454 મત માટે જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ ગુમાવવાનો વારો આવ્યો છે.હળવદ જિલ્લા પંચાયતની બેઠકોમાં કોંગ્રેસ કરતા આપને વધુ મત મળ્યામોરબી જિલ્લા પંચાયતની હળવદ તાલુકાની ટીકર, ચરાડવા, ઘનશ્યામપુર, માથક અને સાપકડા સહીતની 5 બેઠકમા કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીને સૌથી વધુ મળ્યા હતા. જેમાં કોંગ્રેસના 5 ઉમેદવારને 10,650 જયારે આપને 25,077 મત મળેલ હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ બન્યું છે.