જમીન લીધી પણ પૂરૂ પેમેન્ટ ન કર્યું, લોકદરબારમાં રજૂઆત છતાં ન્યાય ન મળ્યો, કઈ કાર્યવાહી નહિ થાય તો આત્મવિલોપન કરીશું : નાનજીભાઈ નકુમઆક્ષેપો પાયા વિહોણા, જમીનનું પેમેન્ટ થઈ ગયું, મામલો 18 મહિના પહેલા જ પતી ગયો હતો, નાનજીભાઈએ ત્રણ-ચાર લોકોને સોદાખત કરેલું હતું તે કહ્યું પણ ન હતું : ગણેશભાઈ ડાભીમોરબી : મોરબીમાં મહાપાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે અંકે કર્યા બાદ હવે મેયર સહિતના હોદેદારો નક્કી કરવા મથામણ ચાલી રહી છે. તેવામાં મેયર પદની રેસમાં રહેલા ગણેશભાઈ ડાભી સામે જમીન પચાવી પાડવાના આક્ષેપો થતા રાજકારણ ગરમાયુ છે.મોરબીના પંચાસર રોડ પર સતવારા સમાજની વાડી સામે રહેતા નાનજીભાઈ છગનભાઈ નકુમે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ગણેશ ડાભી અને ડી.એલ. રંગપરિયાએ તેમની ઓફિસમાં ભેગા મળીને તેમની જમીન પર દગાથી ખોટા કૌભાંડ કર્યા છે. આ બાબતે આશરે એક કે સવા મહિના પહેલા યોજાયેલા લોકદરબારમાં પણ તેઓએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. નાનજીભાઈએ આક્ષેપ કર્યો છે કે આ લોકો નાના માણસોને ભોળવીને આવા ખોટા દસ્તાવેજો કરાવે છે અને સમાજના અન્ય ઘણા માણસો સાથે પણ આવું કર્યું છે. નાનજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે કોર્ટમાં કેસ ચાલુ છે. મોરબીની જનતાને અપીલ છે કે સર્વે નંબર 1316 પૈકી 1 અને 451 સર્વે નંબરની જમીન પર કોઈએ વ્યવહાર કે ખરીદી કરવી નહીં. અંતમાં તેમણે જણાવ્યું કે વહેલી તકે આ પ્રશ્નનો નિકાલ નહીં આવે, તો તેઓ પોતાના 10 સભ્યોના પરિવાર સાથે આત્મવિલોપન કરશે અને જો તેમના પરિવારના કોઈપણ સભ્ય પર દબાણ આવશે કે કંઈ થશે તો તેના સંપૂર્ણ જવાબદાર ડી.એલ. રંગપરિયા અને ગણેશ ડાભી રહેશે.આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા ગણેશભાઈ ડાભીગણેશભાઈ ડાભીએ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ જમીન મકાનનો ધંધો કરતા નથી. નાનજીભાઈ સક્રિય કાર્યકર હતા અને તેમણે નાનજીભાઈને મદદ પણ કરી હતી. આ જમીનનું પૂરું પેમેન્ટ પણ થઈ ગયેલું છે. નાનજીભાઈએ જ આ જમીનના ત્રણ-ચાર વ્યક્તિને સોદાખત પણ કરી આપ્યા હતા તે કોઈને જાણ કરી ન હતી. આ મામલો 18 મહિના પહેલા પતી પણ ગયો હતો. આ આખી ઘટના પાછળ નાનજીભાઈને કોઈએ ઉશ્કેર્યા છે. અંતમાં તેઓએ કહ્યું કે તેઓ મેયરની રેસમાં છે અને તેમનું નામ ચર્ચામાં હોવાથી તેમને નીચા પાડવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #LandScam #CrimeNews #GujaratPolice #Justice