ખોટી હાજરી ભરી પગાર ચાઉં કરી જવાનું કૌભાંડ ચાલતું હોવાની સજુભા રાઠોડ દ્વારા રજૂઆતમોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ અને એલ.ઈ. કોલેજમાં સુરક્ષા પૂરી પાડતી GISFS સંસ્થાના ગાર્ડની કામગીરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. મોરબીના રવિપાર્ક, મયુર સોસાયટી પાછળ રહેતા રાઠોડ સજુભા દિલુભા દ્વારા એલ.ઈ. કોલેજના ડીગ્રી પ્રિન્સીપાલ અને સિવિલ હોસ્પિટલના અધિકારીને અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત આ રજૂઆતની નકલ પીએમ ઓફિસ (નવી દિલ્હી), સીએમ કચેરી (ગાંધીનગર) અને GISFS ના સી.ઈ.ઓ. ને પણ મોકલવામાં આવી છે.ફરિયાદમાં શું છે આક્ષેપ?સજુભા રાઠોડે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલ અને એલ.ઈ. કોલેજમાં GISFS સંસ્થા તરફથી નિમણૂક પામેલા SSI અને તેમની નીચે ફરજ બજાવતા તમામ ગાર્ડ વ્યવસ્થિત રીતે પોતાની ફરજ નિભાવતા નથી. નિયમ મુજબ આઠ કલાકની ફરજ બજાવવાની હોય છે, પરંતુ ગાર્ડ 24 કલાકની સિફ્ટમાં નોકરી કરે છે અને ઘણા ગાર્ડ ફરજ પર આવતા જ નથી. ગેરહાજર ગાર્ડની જગ્યાએ બીજા ગાર્ડને નોકરી કરાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.ખોટી હાજરી અને પગાર કૌભાંડરજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, એલ.ઈ. કોલેજમાં 3 સિફ્ટમાં 13 પોઇન્ટમાં 39 જવાનોનો સ્ટાફ મંજૂર થયેલો છે, જેમાંથી માત્ર 5 થી 6 ગાર્ડ જ હાજર રહે છે. બાકીના ગાર્ડની ખોટી હાજરી ભરીને SSI દ્વારા પગારની રકમ ચાઉં કરી જવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં પણ આવી જ સ્થિતિ હોવાનો આક્ષેપ છે, જ્યાં 28 જવાનોના પોઇન્ટ મંજૂર છે, પરંતુ માંડ 5 થી 6 લોકો જ ઓર્ડર મુજબ ફરજ પર હોય છે. બાકીના સ્થાને બહારથી ગાર્ડ બોલાવીને ખોટી નોકરીઓ કરાવવામાં આવે છે અને ખોટી હાજરી ભરી પગારની રકમ ચાઉં કરવામાં આવે છે.અનુભવહીન અને તાલીમ વગરના ગાર્ડઆક્ષેપ મુજબ, SSI જે મકાનમાં ભાડે રહે છે તેના મકાનમાલિકના દીકરાને પણ અન્ય ગાર્ડની જગ્યાએ નોકરી પર રખાયો છે. આ વ્યક્તિ પાસે કોઈ આવડત કે અનુભવ નથી અને કોઈ ટ્રેનિંગ પણ લીધેલી નથી. આવા ગેરકાયદેસર કૃત્યોને કારણે સંસ્થાની છબી ખરડાઈ રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.સજુભા રાઠોડે માંગ કરી છે કે, આ ગેરકાયદેસર કૃત્યો અંગે યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે અને સિવિલ હોસ્પિટલ તેમજ એલ.ઈ. કોલેજમાં તત્કાલ સરપ્રાઈઝ વિઝીટ કરી કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.આ મામલે GISFSના સબ ઇન્સ્પેક્ટર રાજેશ પરમાર સાથે વાત કરતા તેઓએ આ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCivilHospital #LECollege #GISFSCorruption #SecurityGuardScam #MorbiCrime