મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાની શાળાઓ અને વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. જિલ્લાની કુલ 49 શાળાઓ એવી છે જેમણે 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે.પરિણામની વિગતો અને શાળાઓનું પ્રદર્શનજાહેર થયેલા આંકડાઓ મુજબ પરિણામ મેળવનાર 49 શાળાઓમાં 7 સરકારી શાળાઓ, 13 ગ્રાન્ટેડ શાળાઓ અને 29 નોન-ગ્રાન્ટેડ શાળાઓએ સો ટકા પરિણામ હાંસલ કર્યું છે. મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળિયા તાલુકાની વિવિધ શાળાઓ આ યાદીમાં મોખરે રહી છે.સરકારી શાળાઓ (કુલ 07) • મોડેલ સ્કૂલ મોટીબરાર, માળીયા • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા - મયુરનગર, હળવદ • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આમરણ, મોરબી • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા, મોરબી • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રણમલપુર, હળવદ • આર.એમ.એસ.એ. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-મેરૂપર, હળવદ • આર.એમ.એસ.એ. સરકારી માધ્યમિક શાળા કડીયાણા, હળવદગ્રાન્ટેડ શાળાઓ (કુલ 13) • ઓરપટ કન્યા વિદ્યાલય, ટંકારા • શ્રીમતી ધૂળીબેન જયરાજભાઈ પટેલ કન્યા વિદ્યાલય, મોરબી • સહયોગ વિદ્યાલય, વાંકાનેર • મોહમ્મદી લોકશાલા ચંદ્રપુર, વાંકાનેર • શ્રી મહર્ષિ દયાનંદ વી. વિદ્યાલય, ટંકારા • સરસ્વતી ભગવતી વિદ્યાલય, મોરબી • દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલ, મોરબી • શ્રી મહાત્મા ગાંધી યુ. બી. એમ. એન્ડ યુ. એમ. વિદ્યાલય, મોરબી • શ્રી ઉમા કન્યા વિદ્યાલય હળવદ, હળવદ • શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય વાંકાનેર, વાંકાનેર • ઉત્તર બુનિયાદી વિદ્યાલય-મેઘપર, માળીયા • શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય, મોરબી • શ્રી જી. પી. હાઈસ્કૂલ, વાંકાનેર નોન-ગ્રાન્ટેડ શાળાઓ (કુલ 29) • યુનિક સ્કૂલ, મોરબી • નાલંદા વિદ્યાલય (ગુજરાતી), ટંકારા • ધ મોર્ડન વિદ્યાલય, વાંકાનેર • રઝા વિદ્યાલય વલસાણ, વાંકાનેર • સાંદિપની માધ્યમિક શાળા-હળવદ, હળવદ • સર્વોપરી સ્કૂલ, મોરબી • વલ્લભી વિદ્યાપીઠ, મોરબી • ગેલેક્સી સ્કૂલ ચંદ્રપુર, વાંકાનેર • ભક્તિ શૈક્ષણિક સંકુલ, મોરબી • તપોવન વિદ્યાલય, મોરબી • જ્ઞાનદીપ વિદ્યાલય હડમતીયા, ટંકારા • મદની હાઈસ્કૂલ, વાંકાનેર • મનીષ વિદ્યા મંદિર, મોરબી • ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, ટંકારા • શ્રીમતી હીરાબા ઉચ્ચતર માધ્યમિક શાળા, હળવદ • શ્રી સરદાર પટેલ વિદ્યાલય-હળવદ, હળવદ • અભિનવ સ્કૂલ, મોરબી • યુનિક સ્કૂલ, મોરબી • ધ ફેઝ બ્રાઈટ સ્કૂલ, વાંકાનેર • વેદાંત ગ્લોબલ સ્કૂલ, મોરબી • શ્રી સરદાર પટેલ વિદ્યાલય, ટંકારા • તક્ષશિલા વિદ્યાલય હળવદ, હળવદ • તક્ષશિલા વિદ્યાલય, મોરબી • શ્રી સાધના વિદ્યાલય, મોરબી • શ્રી સત્ય સાઈ વિદ્યા મંદિર પીપળીયા, મોરબી • શ્રી સત્ય સાઈ વિદ્યા મંદિર પીપળીયા, મોરબી • નાલંદા વિદ્યાલય હળવદ, હળવદ • નિર્મલા કોન્વેન્ટ ઉચ્ચતર માધ્યમિક શાળા, વાંકાનેર • શ્રી મહર્ષિ તપોવન વિદ્યાલય - જેતપર (મ.), મોરબી#Morbi #Result2026 #Class12 #Education #GujaratBoard #HSCResult #MorbiUpdate #Success #Students #MorbiSchools