જિલ્લામાં નોન ગ્રાન્ટેડ શાળાના 21, ગ્રાન્ટેડ શાળાના 5 અને સરકારી શાળાના 1 વિદ્યાર્થીનો A1 ગ્રેડમાં સમાવેશમોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. જિલ્લામાં કુલ 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કરીને ઝળહળતી સફળતા મેળવી છે. જેમાં મોરબીની ઉમા વિદ્યા સંકુલના સૌથી વધુ 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર, A1 ગ્રેડ મેળવનાર કુલ 27 વિદ્યાર્થીઓમાં નોન ગ્રાન્ટેડ શાળાઓનો દબદબો રહ્યો છે. નોન ગ્રાન્ટેડ શાળાના 21, ગ્રાન્ટેડ શાળાના 5 અને સરકારી શાળાના 1 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે.A1 ગ્રેડ મેળવનાર શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યાઉમા વિદ્યા સંકુલ - મોરબી (નોન ગ્રાન્ટેડ શાળા) : 7ભક્તિનગર વિદ્યાલય હળવદ (નોન ગ્રાન્ટેડ શાળા) : 4મંગલમ વિદ્યાલય હળવદ (નોન ગ્રાન્ટેડ શાળા) : 3ન્યૂ વિઝન સ્કૂલ જબલપુર (નોન ગ્રાન્ટેડ શાળા) : 3એલ કે સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય વાંકાનેર (ગ્રાન્ટેડ શાળા) : 2એમ.એચ.જે.એસ.એસ. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ વાંકાનેર (ગ્રાન્ટેડ શાળા) : 2નાલંદા વિદ્યાલય હળવદ (નોન ગ્રાન્ટેડ શાળા) : 2સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા - મયુરનગર (સરકારી) : 1ઉત્તર બુનિયાદી વિદ્યાલય - મેઘપર (ગ્રાન્ટેડ શાળા) : 1ગેલેક્સી સ્કૂલ ચંદ્રપુર (નોન ગ્રાન્ટેડ શાળા) : 1વિવેકાનંદ વિદ્યાલય (નોન ગ્રાન્ટેડ શાળા) : 1#MorbiUpdate #MorbiNews #GSEBResult #Class12GeneralStream #A1Grade #MorbiEducation #Halvad #Wankaner #StudentsSuccess