ટંકારા : કહેવાય છે કે ‘દીકરી વ્હાલનો દરિયો’ છે, પણ આજે ટંકારાની દીકરીઓએ સાબિત કરી દીધું છે કે દીકરીઓ જ્ઞાનનો દરિયો પણ છે. તાજેતરમાં જાહેર થયેલા H.S.C. બોર્ડ 2026 ના પરિણામોમાં ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની 3 વિદ્યાર્થિનીઓએ સમગ્ર તાલુકામાં ડંકો વગાડી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓરપેટ કન્યા વિદ્યાલયનું પરિણામ 100% આવ્યું છે, જેમાં 7 વિદ્યાર્થિનીઓએ A1 ગ્રેડ અને 18 વિદ્યાર્થિનીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.એક જ શેરીમાં રહેતી 3 બહેનપણીઓએ મેળવ્યા ટોપ 3 રેન્કશાળાના ટોપ 3 તેજસ્વી તારલાઓમાં કારાવાડીયા સુહાની અશોકભાઈ 99.87 PR સાથે પ્રથમ, સોલંકી ક્રિષા હિતેશભાઈ 99.83 PR સાથે દ્વિતીય અને સોલંકી કાવ્યા હિતેશભાઈ 99.79 PR સાથે તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયા છે. નોંધનીય બાબત એ છે કે ક્રિષા અને કાવ્યા બંને સગી જુડવા બહેનો છે. આ ત્રણેય બહેનપણીઓ એક જ શેરીમાં રહે છે અને સાથે મળીને અભ્યાસ કરી આ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. તેઓનું વાંચન, લેખન અને અન્ય પ્રવૃત્તિઓ કાયમ સાથે જ રહી છે.પરિશ્રમ અને સાદગીનો સંગમઆ દીકરીઓની સફળતા પાછળ તેમના પિતાનો પણ મોટો ફાળો રહ્યો છે. પ્રથમ ક્રમે આવનાર સુહાનીના પિતા અશોકભાઈ કંદોઈનું કામ કરી મીઠાઈની દુકાન ચલાવે છે. જ્યારે બીજા અને ત્રીજા ક્રમે આવનાર જુડવા બહેનો ક્રિષા અને કાવ્યાના પિતા હિતેશભાઈ ટેલરિંગનું કામ કરે છે. સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોની આ દીકરીઓએ સખત મહેનત કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.શાળા પરિવાર દ્વારા અભિનંદનફરી એકવાર ટંકારા તાલુકામાં સરકારી ગ્રાન્ટેડ શાળાની દીકરીઓએ મેદાન માર્યું છે અને ઉત્કૃષ્ટ પરિણામ મેળવી ગૌરવ વધાર્યું છે. ઓરપેટ કન્યા વિદ્યાલયના આ પરિણામથી સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર છે. શાળાના શાનદાર પરિણામ બદલ આચાર્ય, શિક્ષકો તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ સફળ વિદ્યાર્થિનીઓને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.#Tankara #MorbiUpdate #OrpatKanyaVidyalaya #HSCResults #BoardExams #TankaraNews #Education #SuccessStory #GujaratBoard