ગોકળ ગતિએ ચાલતા રોડના કામને ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગમોરબી : મોરબીના રવાપર - ઘુનડા રોડ પર હાલ નવા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત રોડની એક બાજુનો ભાગ ખોદી નાખવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ધીમી ગતિએ ચાલતા કામના કારણે આખો દિવસ ટ્રાફિક જામની સમસ્યા રહે છે અને એક બાજુનો રોડ બંધ હોવાથી વાહનો સામસામે આવી જાય છે. આ પરિસ્થિતિના કારણે વાહનચાલકો વચ્ચે અવારનવાર ઝઘડા પણ થાય છે. મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવીને તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #TrafficProblem #RavaparGhundaRoad #MorbiNews #RoadWork #Mahanagarpalika