માળિયા મી. પાસે હરીપરથી ખરઈ સુધી બંને બાજુ વાહનોના થપ્પા લાગ્યામોરબી : મોરબી-કચ્છ હાઇવે પર માળિયા મી. પાસે હરીપરથી ખરઈ સુધી બંને બાજુ ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારના આગોતરા આયોજન વગર ચાલી રહેલા રોડ રિપેરિંગના કામના કારણે આ વિકટ સમસ્યા સર્જાઈ હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે. જેના પરિણામે હાઇવે પર છેલ્લા 3-4 કલાકથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને અનેક વાહનચાલકો રસ્તા વચ્ચે અટવાયા છે. હાલમાં પણ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, જેનાથી કલાકો સુધી ફસાયેલા મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.#Morbi #MorbiUpdate #TrafficJam #Maliya #MaliyaMiyana #NationalHighway #HighwayTraffic #GujaratNews #MorbiNews