વાંકાનેર : વાંકાનેર શહેરમાં બંધુ સમાજ દવાખાના પાસે રહેતા દીપેનભાઈ જગદીશભાઈ બારભાયા ઉ.40ના ઘર પાસે પાર્ક કરેલ જીજે - 03 - જેએન - 9244 નંબરનું સુઝુકી એક્સેસ મોટર સાયકલ કિંમત રૂ.30 હજાર વાળું ગત તા.25 એપ્રિલના રોજ બપોરના સમયે કોઈ અજાણ્યો તસ્કર ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી લઈ જતા વાહન ચોરીના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.