ડાન્સમાં રસ ધરાવતા કલાકારો માટે સુવર્ણ તક: ભાગ લેનાર દરેક સ્પર્ધકને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાશેટંકારા : ટંકારામાં આગામી તારીખ 19/05/2026 ને રવિવારના રોજ 'ઓપન ટંકારા ડાન્સ કોમ્પિટિશન' નું શાનદાર આયોજન થવા જઈ રહ્યું છે. ડાન્સ ક્ષેત્રે રસ ધરાવતા અને પોતાની કળા લોકો સમક્ષ રજૂ કરવા માંગતા સ્પર્ધકો માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે.આ કોમ્પિટિશનની વિશેષતા એ છે કે તેમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહન રૂપે શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. સ્પર્ધાના નિર્ણાયક તરીકે બહારથી ખાસ જજ ઉપસ્થિત રહેશે અને તેમના દ્વારા નિષ્પક્ષ મૂલ્યાંકન કરવામાં આવશે. જે સ્પર્ધકો શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનશે તેમને અલગથી આકર્ષક શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.ઓપન ટંકારા ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફી માત્ર 300 રૂપિયા રાખવામાં આવી છે. જે કોઈ ડાન્સર્સ આ કોમ્પિટિશનમાં ભાગ લેવા ઈચ્છતા હોય અથવા સ્પર્ધા અંગે વધુ માહિતી મેળવવા માંગતા હોય તેઓ સંપર્ક નંબર: 7069309709, 9904798048 પર કોલ કરી પોતાનું નામ નોંધાવી શકે છે.#MorbiUpdate #Tankara #DanceCompetition #OpenTankaraDance #TankaraNews #DanceEvent #MorbiNews #GujaratDance