નવનિર્વાચિત કારોબારીએ લીધા શપથ: વર્ષ 2025-26 ના અધ્યક્ષ તરીકે ચિરાગભાઈ હોથીની વરણીમોરબી : ભારત વિકાસ પરિષદ-મોરબી શાખાની વાર્ષિક સાધારણ સભા તેમજ વર્ષ 2025-26 માટેનો પદગ્રહણ સમારોહ ગત 2 મે, 2026 ના રોજ ધુનડા-સજનપર રોડ પર આવેલા ઓમ વિલા ખાતે અત્યંત સુવ્યવસ્થિત અને ગૌરવપૂર્ણ માહોલમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કોમલબેન પનારા દ્વારા દેશભક્તિના માહોલ વચ્ચે વંદે માતરમનું ગાન રજૂ કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાં શાખાના પ્રમુખ હિંમતભાઈ મારવાણીયા દ્વારા હાર્દિક સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું અને વર્ષ દરમિયાન શાખાએ હાથ ધરેલ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ વિવિધ ગતિવિધિઓના કન્વીનરોએ તેમના પ્રકલ્પ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમોની માહિતી આપી હતી.આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમાં પ્રાંત ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ દેથરીયા અને હળવદ શાખાના અધ્યક્ષ મણિલાલ પટેલ નિર્વાચન અધિકારી તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત પ્રાંત NGSC સહ-સંયોજક વિશાલભાઈ બરાસરા તેમજ પ્રાંત જિલ્લા સંયોજક ડૉ. જયેશભાઇ પનારાએ પણ હાજરી આપી હતી. ઘનશ્યામભાઈ દેથરીયા અને મણિલાલ પટેલે પ્રસંગોચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને શાખામાં જોડાયેલા નવા સભ્યોનું આત્મીય સ્વાગત કર્યું હતું.કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન પદગ્રહણ સમારોહમાં પ્રાંત ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ દેથરીયા દ્વારા નવનિર્વાચિત કારોબારી સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2025-26 માટે અધ્યક્ષ તરીકે ચિરાગભાઈ હોથી, સચિવ તરીકે વિશાલભાઈ બરાસરા અને કોષાધ્યક્ષ તરીકે હિરેનભાઈ ધોરીયાણી સહિત શાખાના તમામ પ્રકલ્પોના હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ અને અસરકારક સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ અને સ્વરૂચિ ભોજન સાથે આ વાર્ષિક સાધારણ સભા અને પદગ્રહણ સમારોહનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #BharatVikasParishad #BVP #SocialWork #MorbiCity #GujaratNews