નગરદરવાજા પાસે બાઈક દોરીને લઈ જતા સમયે બનેલી ઘટનામોરબી : મોરબીના નગર દરવાજા નજીક ગત તા.14 એપ્રિલના રોજ પગપાળા બાઈક દોરીને જઈ રહેલા યુવાનના બાઇકના હેન્ડલમાં પીપળી ગામના યુવકનું બ્લેઝર ફસાઈ જતા પડી જતા આ મામલે બાઈકના ચાલકને બાઈક ધ્યાનથી ચલાવવાનું કહેતા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધક્કો મારી નીચે પછાડી દેતા યુવકને આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાની ફરિયાદ નોંધાઇ છે. સામાપક્ષે આરોપીએ બાઇકમાં શર્ટ ફસાઈ જતા પડી જવા મામલે પોતાનું નામ તેમજ ઓળખ આપી સમાધાન માટે રૂ.2 લાખની માંગણી કરી નહિ આપે તો જાનથી મારી નાખવા અંગે ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળી ગામે રહેતા ફરિયાદી દેવજીભાઈ બીજલભાઈ રાઠોડ ઉ.39 નામના યુવકે આરોપી વિશ્નારામ પ્રજાપતિ રહે.ચિત્રકૂટ સિનેમા પાછળ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.14 એપ્રિલના રોજ સવારના સમયે નગર દરવાજા પાસે આવેલ મીનાક્ષી મોબાઇલની દુકાન પાસે રોંગ સાઈડમાં આરોપી બાઈક નંબર આરજે - 04 - એસવી - 1015 લઈ આવતો હતો ત્યારે બાઈકનું હેન્ડલ ફરિયાદીના બ્લેઝરમાં ફસાઈ જતા ધ્યાનથી મોટર સાયકલ ચલાવવાનું કહેતા આરોપીએ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી ધક્કો મારી પછાડી દેતા આંગળીમાં ફ્રેક્ચર થયું હતું.સામાપક્ષે મૂળ રાજસ્થાનના વતની ફરિયાદી યશકુમાર મગનારામ પ્રજાપતિ ઉ.19 રહે.ઉમિયાપાર્ક, વાવડી વાળાએ આરોપી દેવજીભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.14 એપ્રિલે સવારના સમયે ફરિયાદીના સંબંધી ભાણેજ મોટર સાયકલ દોરાવી પાછળની ગલીમાં મુકવા જતા હતા ત્યારે આરોપી સામેથી દોડીને આવતા બાઈકનું હેન્ડલ શર્ટમાં ફસાઈ જતા સાહેદ વિશ્નારામને ગાળો આપી થપાટ મારી નીચે પછાડી દઈ પોતાનું નામ અને ઓળખ આપી સમાધાન માટે રૂ.2 લાખની માંગણી કરી હતી.આ બાબતે સમાધાન ન થતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.