અગાઉ 21 કરોડના ખર્ચે મંજુર થયેલ ઓવરબ્રિજની ડિઝાઇન બદલાવાતા હવે કામ રૂ.42 કરોડના ખર્ચે પૂર્ણ થશેમોરબી : મોરબી શહેરમાં મહેન્દ્રનગર નજીક વર્ષ 2021માં 4 સ્પાન ધરાવતો અને આઈ વોલ એપ્રોચ પ્રકારના કુલ 737.42 મિટરનો બ્રિજ મંજુર થયેલ. અને તેનું કામ પણ શરુ કરી દેવામાં આવ્યું હતું. ઓવરબ્રિજના સ્પાન ઉભા થઇ ગયા બાદ વર્ષ 2022મા સ્થાનિક ધારાસભ્ય અને અન્ય અગ્રણીઓ દ્વારા પુલ નીચે પાર્કિંગની સુવિધા રહે તેવો બનાવવા સરકારમાં રજુઆત કરાતા ચાર વર્ષથી અટકી પડેલા મહેન્દ્રનગર ઓવરબ્રિજને અંતે મંજૂરીની મહોર લાગી જતા હવે 42 કરોડ રૂપિયા ખર્ચે આ પુલનું કામ પૂર્ણ કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે.મોરબીના મહેન્દ્રનગર ખાતે કંડલા બાયપાસથી સીધા જ હળવદ તરફ જઈ શકાય તે માટે હાઇવે પરથી ઓવરબ્રિજ બનાવવા વર્ષ 2021માં ઓવરબ્રિજ મંજુર કરાયો હતો.જેમાં બે કોલમ ઉભા થઇ ગયા બાદ વર્ષ 2022મા મોરબી - માળીયા ધારસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા પુલને નીચે પાર્કિંગની વ્યવસ્થા થાય તે માટે સરકારમાં રજુઆત કરવામાં આવતા પુલની ડિઝાઇન બદલવા મુદ્દે મળાગાંઠ સર્જાઈ હતી. બીજી તરફ સરકાર દ્વારા વર્ષ 2025મા પુલની ડિઝાઇન બદલી જેમાં 35 મિટર લંબાઈ ધરાવતો અને 4 ની જગ્યાએ 13 સ્પાન વાળો કુલ 750 મિટર લાંબો અને 7.5 મિટર કેરેજ વે ધરાવતો ફોર લેન બ્રિજ અને નીચે પાર્કિંગ સહિતની સુવિધા વાળો બ્રિજને મંજૂરી આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, અગાઉ મહેન્દ્રનગર ઓવરબ્રિજ માટે રૂ.21 કરોડનો અંદાજ સેવવામાં આવ્યો હતો જેમાંથી કોલમના કામ પૂર્ણ થતાં રૂ.8 કરોડના ચુકવણા કરી દેવામાં આવ્યા હતા.હવે પુલની ડિઝાઇન બદલવામાં આવતા નવા ટેન્ડર સાથે રૂ.34 કરોડના ખર્ચે ઓવર બ્રિજને મંજૂરી આપવામાં આવી હોય ચાર વર્ષથી ટલ્લે ચડેલા ઓવરબ્રિજ માટે સરકાર કુલ મળી રૂ.42 કરોડનો ખર્ચ કરશે.18 માસમાં મહેન્દ્રનગર ઓવરબ્રિજનું કામ પૂર્ણ થશેમોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, ચાર વર્ષથી અટકેલા મહેન્દ્રનગર ઓવરબ્રિજના કામનું ટેન્ડર ફાઇનલ થઈ જતા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અગાઉ કોન્ટ્રાકટરને રૂ.8 કરોડ ચૂકવાઈ ગયા હોય હવે આ અધૂરા ઓવરબ્રિજ માટે રૂ.34 કરોડનો ખર્ચ થશે.સાથે જ આગામી 18 માસમાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવા માટે મુદત રાખવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.