મોરબીમાં તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા, 4 મેથી પવનનું જોર ઘટશેટંકારા : ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશ બસિયા દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 2 થી 9 મે સુધીના હવામાન અંગેની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન તાપમાન, પવનની ગતિ અને વરસાદની સ્થિતિ અંગે મહત્વની વિગતો સામે આવી છે.મોરબી અને અન્ય શહેરોનું તાપમાનઆગાહી મુજબ, આગામી 2 થી 9 મે દરમિયાન મોરબીમાં તાપમાન 38 થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ધોળકા અને રાજકોટ જેવા ગરમ શહેરોમાં ગરમીનો પારો 40 થી 43 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. જોકે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે બિલકુલ દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં તાપમાન સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે.પવનની ગતિ અને દિશાઆ દિવસોમાં પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે. હજુ આગામી 2 દિવસ સુધી પવનની ઝડપ 25 થી 30 km/h રહી શકે છે, જ્યારે ઝટકાના પવનની ગતિ 40 km/h સુધી પહોંચી શકે છે. જોકે, 4 તારીખથી પવનનું જોર ઘટવાની શક્યતા છે.વરસાદ અને વાતાવરણની સ્થિતિઆગાહીના સમયગાળા દરમિયાન કેટલાક દિવસોમાં વહેલી સવારે આકાશમાં વાદળો જોવા મળશે, પરંતુ દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ જૂનાગઢ અને વેરાવળ સહિતના કાંઠા વિસ્તારોમાં ભેજવાળા પવનના કારણે અમુક દિવસ હળવા છાંટા કે ઝાપટા પડી શકે છે. જોકે, સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોઈ મોટા માવઠાની શક્યતા જણાતી નથી.આગામી સપ્તાહમાં નવી સિસ્ટમ બનવાની સંભાવનામે મહિનાના બીજા અઠવાડિયામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક્ટિવ થશે અને એક મજબૂત સિસ્ટમ બને તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratWeather #WeatherForecast #Monsoon2026 #SaurashtraWeather #Rajkot