નાનો ભાઈ કુદરતી હાજતે જવા પાણી ભરવા જતા ડૂબ્યો, બચાવવા જતા મોટાભાઈનું પણ મોતહળવદ : હળવદ શહેરમાં મોરબી ચોકડી પાસે બે દિવસ પહેલા કુદરતી હાજતે જવા નર્મદા કેનાલમાંથી પાણી ભરવા જતા એક કિશોર પાણીમાં તણાયા બાદ બીજો કિશોર સગાભાઈને બચાવવા જતા તામિલનાડુના વતની બન્ને સગાભાઈઓ ડૂબી કેનાલમાં ડૂબી જતાં બન્નેના કરુણ મૃત્યુ નિપજ્યા હતા.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં મોરબી ચોકડી પાસે પસાર થતી નર્મદા કેનાલના કાંઠે ગત તા.30ના રોજ જાજરૂ જવા માટે પાણી ભરવા ગયેલ તામિલનાડુના તિરુચિરાલપલીનો વતની સિથેશ શિવકુમાર ઉ.11 નામનો કિશોર પાણીમાં પડી જતા તુરત જ સિથેશનો મોટાભાઈ સુબસ શિવકુમાર ઉ.13 કેનાલમાં પડેલા પોતાના ભાઈને બચાવવા માટે નર્મદા કેનાલમાં કુદયો હતો.જો કે, કેનાલમાં ધસમસતા પ્રવાહમાં બન્ને ભાઈઓ તણાઈ જતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.બનવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.