માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ સુરત જેલ હવાલે કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ અને સર્વેલન્સ સ્ટાફે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી આમિન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઇ મોવર (રહે. વેણાસર ગામની સીમ, તા. માળિયા મી., જિ. મોરબી) સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. મોરબી મેજિસ્ટ્રેટ તરફથી આરોપીનું પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવતા પોલીસની અલગ અલગ ટીમોએ તેને ઝડપી લીધો હતો. હાલમાં આરોપીને પાસા હેઠળ ડિટેઇન કરી મધ્યસ્થ જેલ, લાજપોર (સુરત) ખાતે ધકેલવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #MorbiPolice #PASA #Prohibition #CrimeNews #SuratJail