હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે પર માર્કેટિંગ યાર્ડ સામે ગત તા.28 એપ્રિલના રોજ રાત્રીના સમયે જીજે - 03 - પીજે - 7105 નંબરની કારના ચાલકે પુરપાટ ઝડપે બેફિકરાઈથી કાર ચલાવી હળવદના ભવાની ઢોરો વિસ્તારમાં રહેતા ફરિયાદી રોહિતભાઈ ઠાકરશીભાઈ કુડેચાના ભાઈ અરવિંદભાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવ્યું હતું.અકસ્માત સર્જ્યા બાદ અર્ટિકા કારનો ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે હળવદ પોલીસે નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.