સનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ પાસે સવારે 8 થી 12 વાગ્યા સુધી વિવિધ કુદરતી ચીજવસ્તુઓ રાહત દરે મળશેમોરબી: વર્તમાન સમયમાં લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે અને લોકો પ્રકૃતિ તરફ વળે તેવા ઉમદા હેતુ સાથે મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી રવિવારે કુદરતી અને ઓર્ગેનિક વસ્તુઓના વેચાણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.કયા કયા પ્રકારની વસ્તુઓ મળશે?આ વેચાણ કેન્દ્રમાં સ્વાસ્થ્યવર્ધક અને રસોડામાં ઉપયોગી એવી અનેક ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહેશે, જેમાં મુખ્યત્વે:* આયુર્વેદિક ઉત્પાદનો: હરડે પાવડર, ગીલોય ઘનવટી, ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ અને લેમન ટી.* ખાદ્ય સામગ્રી: ડાંગની રાગીના ભૂંગરા, આમળાની મીઠી કેન્ડી અને તાજા ઓર્ગેનિક શાકભાજી.* ગૃહ વપરાશની વસ્તુઓ: નેચરલ સાબુ તેમજ રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ અને જેરણી જેવી વસ્તુઓ મળશે.* ફૂલછોડ: રાહત દરે 10 પ્રકારના ગુલાબ તેમજ અન્ય અલગ-અલગ વેરાયટીના ફૂલછોડ પણ ખરીદી શકાશે.સમય અને સ્થળની વિગત* તારીખ: 03-05-2026, રવિવાર* સમય: સવારે 8:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી* સ્થળ: માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, RDC બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, સનાળા રોડ, મોરબી.આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને નિરોગી રાખવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો છે. આથી, ખરીદી કરવા આવનાર ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરેથી કાપડની થેલી સાથે લઈને આવે. મોરબીની જનતાને આ પ્રાકૃતિક ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રનો લાભ લેવા અનુરોધ કરાયો છે.#Morbi #MorbiUpdate #Organic #Health #NaturalProducts #Ayurveda #MorbiNews