રવિવારે વૈદેહી પાર્ટી પ્લોટ ખાતે 5મા સમૂહ યજ્ઞોપવીત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશેમોરબી : મોરબીની ધરતી પર રઘુવંશી સમાજની એકતા અને સંસ્કારના જતન કાજે કાર્યરત રઘુવંશી યુવક મંડળ - મોરબી દ્વારા 5મા સમૂહ યજ્ઞોપવીત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આગામી તારીખ 03-05-2026, રવિવારના રોજ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા વૈદેહી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. રઘુવંશી યુવક મંડળ દ્વારા આ સમૂહ જનોઈ કાર્યક્રમ 16 વર્ષ પછી યોજાઈ રહ્યો છે. છેલ્લે વર્ષ 2010માં આ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે મંડળના આયોજન હેઠળ કુલ 48 બટુકો યજ્ઞોપવીત સંસ્કાર ગ્રહણ કરી જનોઈ ધારણ કરશે.આનંદના અવસરો (કાર્યક્રમની રૂપરેખા) રાસની રમઝટ: તા. 02-05-2026, શનિવાર, રાત્રે 08-00 કલાકે મંડપ મુર્હુત: તા. 03-05-2026, રવિવાર, સવારે 06-45 કલાકે ગ્રહ શાંતિ: તા. 03-05-2026, રવિવાર, સવારે 08-45 કલાકે યજ્ઞોપવીત સંસ્કાર: તા. 03-05-2026, રવિવાર, સવારે 09-45 કલાકે દાતાઓ તથા મહાનુભાવોનો સન્માન સમારોહ: તા. 03-05-2026, રવિવાર, સવારે 11-00 કલાકે કાશી યાત્રા: તા. 03-05-2026, રવિવાર, સવારે 11-45 કલાકે ભોજન સમારંભ: તા. 03-05-2026, રવિવાર, બપોરે 12-45 કલાકે આ પવિત્ર પ્રસંગે સંત મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજ (ભાણ સાહેબ સમાધિ સ્થાન, કમીજલા) અને પ.પૂ. સાધ્વીજી હંસાગીરી માતાજી (ગિરનારી આશ્રમ, મોરબી) વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. આ પ્રસંગના ભોજન સમારંભના દાતા તરીકે ગૌ.વા. રમાબેન દિનેશભાઈ કક્કડ પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પરિમલભાઈ મહેન્દ્રભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રોનક્ભાઇ અશોકભાઈ કારિયા જો. સેક્રેટરી વિશ્વાસ હિતેષભાઇ બારા ટ્રેઝરર પ્રશાંતભાઈ પ્રવિણચંદ્ર સેતાસેક્રેટરી હાર્દિકભાઈ વિનોદભાઈ કાથરાણી, પ્રોજેકટ ચેરમેન વિરેનભાઈ હસમુખભાઈ પુજારા અને પ્રોજેકટ સેક્રેટરી નિખિલભાઈ પ્રવિણભાઈ પોપટ સહિતના હોદ્દેદારો અને સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. #Morbi #MorbiNews #MorbiUpdate #RaghuvanshiSamaj #RaghuvanshiYuvakMandal #YagnopavitSanskar #JanoiMahotsav