બેલા ગામ પાસેની ફેક્ટરી, ટંકારાની જીનિંગ મિલ અને લજાઈ નજીક કચરામાં આગ ભભૂકી: સદનસીબે કોઈ જાનહાની નહીંમોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 અલગ-અલગ જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં અલગ-અલગ સમયે કોલ મળતા જ ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આ તમામ બનાવોમાં કોઈ જાનહાની નોંધાઈ નથી.ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, આગના 3 બનાવોની વિગત નીચે મુજબ છે:પ્રથમ બનાવ: સવારે 07:27 વાગ્યે બેલા ગામના પાટિયા પાસે આવેલી Raffles Speciality Minerals LLP કંપનીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.બીજો બનાવ: બપોરે 12:00 વાગ્યે ટંકારામાં લતીપર રોડ ઉપર આવેલી લક્ષ્મીનારાયણ સ્પીનટેક એલએલપીમાં આગ લાગી હતી.ત્રીજો બનાવ: બપોરે 14:18 વાગ્યે લજાઈ અને ટંકારા વચ્ચે આવેલા સિલ્વર પેટ્રોલ પંપની બાજુમાં કચરામાં આગ ભભૂકી ઉઠી હતી.આ ત્રણેય સ્થળોએ આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ મોરબી ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી, જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.