મહાપાલિકાના વોર્ડ 3, 4 અને 5 માં પેનલની હાર થતા દેવેન્દ્રસિંહ જાડેજાએ રાજીનામું આપ્યુંમોરબી : મોરબી મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પક્ષને મળેલ હારની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત કોંગ્રેસ (સૌરાષ્ટ્ર ઝોન)ના પ્રવક્તા દેવેન્દ્રસિંહ રાજભા જાડેજાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાને ઉદ્દેશીને લખાયેલા રાજીનામા પત્રમાં દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, પક્ષ દ્વારા તેમને મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3, 4 અને 5 ની જવાબદારી સોંપવામાં આવી હતી. આ વોર્ડમાં કોંગ્રેસની પેનલને મળેલી હારને તેઓ નૈતિક અને વ્યક્તિગત રીતે ગંભીરતાથી સ્વીકારે છે. પક્ષના કાર્યકર અને જવાબદાર વ્યક્તિ તરીકે આ પરિણામ માટે નૈતિક જવાબદારી લઈને તેઓ સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. નોંધનીય છે કે દેવેન્દ્રસિંહ જાડેજા અગાઉ મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ અને મોરબી જિલ્લા NSUI ના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે.#MorbiUpdate #MorbiNews #Morbi #Congress #Resignation #GujaratPolitics #MorbiElection