ગેસની અસ્થિરતા અને માર્કેટની સ્થિતિ અંગે મોરબી સિરામિક એસોસિયેશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જાહેર કરી વિગતોમોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ જે છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, તે હવે ફરી એકવાર વેગ પકડવા લાગ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ગેસ સપ્લાયમાં સર્જાયેલી અનિશ્ચિતતાને પગલે ઉદ્યોગકારોએ 15 એપ્રિલ સુધી સ્વૈચ્છિક રીતે એકમો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે, ત્યારબાદ પણ માર્કેટમાં પૂરતી ડિમાન્ડ ન જણાતા આ નિર્ણયને અમુક પ્રોડક્ટ્સ માટે 1 મે સુધી લંબાવવામાં આવ્યો હતો.575 એકમોમાં ઉત્પાદન શરૂમનોજભાઈ એરવાડીયાએ ઉમેર્યું કે, 15 એપ્રિલથી જ અંદાજે 250 જેટલા એકમો શરૂ થઈ ગયા હતા. જ્યારે આજે 1 મે થી બાકીના મોટાભાગના એકમો પણ કાર્યરત થયા છે. હાલની સ્થિતિએ મોરબીમાં અંદાજે 575 જેટલા સિરામિક એકમોમાં ઉત્પાદન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાક એકમોમાં હજુ લેબર રસ્તામાં હોવાથી કે આગામી દિવસોમાં આવવાના હોવાથી તે એકમો પણ ટૂંક સમયમાં રાબેતા મુજબ શરૂ થઈ જશે.ગુજરાત ગેસનો પર્યાપ્ત પુરવઠોગેસ પુરવઠા અંગે માહિતી આપતા મનોજભાઈએ જણાવ્યું કે, હાલમાં પ્રોપેન ગેસ ઉપલબ્ધ નથી. પરંતુ ગુજરાત ગેસ કંપની પાસે પૂરતો નેચરલ ગેસનો જથ્થો છે. ઉદ્યોગમાં રાબેતા મુજબ જેટલો ગેસ વપરાશ છે તેટલો પુરવઠો અત્યારે મળી રહ્યો છે, જેના કારણે બધી કંપનીઓ ગુજરાત ગેસ પર કાર્યરત થઈ ગઈ છે.એક્સપોર્ટની વર્તમાન સ્થિતિએક્સપોર્ટ અંગે મનોજભાઈ એરવાડીયાએ સ્પષ્ટતા કરી કે, એક્સપોર્ટ માટેનું ઉત્પાદન અને લોડિંગ તો ચાલુ જ હતું. પરંતુ GCC (ગલ્ફ) દેશોમાં થતું એક્સપોર્ટ હાલ બંધ જેવું છે. ખાડીના દેશોમાંથી પસાર થતા જહાજોની મુવમેન્ટ બંધ હોવાને કારણે એક્સપોર્ટની ગતિ થોડી ધીમી પડી છે, જોકે અન્ય દેશોમાં એક્સપોર્ટ રાબેતા મુજબ ચાલુ છે.#MorbiUpdate #MorbiCeramicAssociation #ManojErvadiya #MorbiIndustry #CeramicCity #GujaratGas #ExportUpdate #MorbiNews