પિતા સાથે ટ્રકમાં આવેલા તમિલનાડુના 15 અને 13 વર્ષના બે બાળકો કેનાલમાં નાહવા પડ્યા હતા, હાલ શોધખોળ ચાલુહળવદ : હળવદની મોરબી ચોકડી નજીકથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબી ગયા હોવાની કરુણ ઘટના સામે આવી છે. હાલ બંને બાળકોની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, બાળકોના પિતા ટ્રક ચાલક છે. તેઓ કર્ણાટકથી ટ્રકમાં પાવડર ભરીને લાવ્યા હતા અને હળવદમાં ખાલી કર્યો હતો. આ ટ્રકમાં પિતા સાથે તમિલનાડુથી તેમના બે બાળકો પણ આવ્યા હતા. હળવદમાં ટ્રક ખાલી કર્યા બાદ, પિતા અને બંને દીકરાઓ મોરબીથી ટાઇલ્સ ભરવા માટે ખાલી ટ્રક લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા.મોરબી ચોકડી નજીક કેનાલ કાંઠે પાણી વહેતું જોઈને તેઓ નાહવા માટે રોકાયા હતા. આ દરમિયાન કેનાલમાં નાહવા પડેલા બંને બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તંત્ર દ્વારા બાળકોને શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડૂબી ગયેલા બાળકોના નામ સુભાષભાઈ શિવકુમાર (ઉંમર 15 વર્ષ) સિતેશભાઈ શિવકુમાર (ઉંમર 13 વર્ષ) હોવાનું જાણવા મળી રહ્યું છે. #MorbiUpdate #Halvad #Morbi #NarmadaCanal #MorbiNews #GujaratNews #AccidentNews