4 મેના રોજ થાંભલી રોપણ, મહાપ્રસાદ અને ડાકની રમઝટ સહિતના કાર્યક્રમો યોજાશે: દર્શન અને પ્રસાદનો લાભ લેવા જાવિયા પરિવારનું આમંત્રણજોડિયા : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પડાણા ગામે જાવિયા પરિવાર દ્વારા આગામી 4 મે ને સોમવારના રોજ ચામુંડા માતાજી તથા બ્રહ્માણી માતાજી અને જેતલીયા દાદાની અસીમ કૃપાથી ચામુંડા માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આગામી 4 મે અને 5 મે ના રોજ પડાણા ગામે ચામુંડા માતાજીના મઢ ખાતે વિવિધ માંગલિક પ્રસંગો ઉજવવામાં આવશે. જેમાં 4 મેના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 7:00 કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9:00 કલાકે ડાકની રમઝટ બોલાવવામાં આવશે. જ્યારે 5 મે ને મંગળવારના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી ઉત્થાપન વિધિ કરવામાં આવશે.આ ધાર્મિક કાર્યક્રમમાં ડાકના ભુવા તરીકે પરષોત્તમભાઈ તરશીભાઈ જાવિયા ઉપસ્થિત રહેશે. રાજકોટવાળા હેમતભાઈ રાવળદેવ તેમની કળા પીરસશે અને યોગેશભાઈ જાવિયા દ્વારા 24 સી સાઉન્ડની વ્યવસ્થા સંભાળવામાં આવશે. આ ઉપરાંત મોરબી, અંબાલા, તારણાધાર, બોડકા, ધુળકોટ, પીઠડ, લતીપર, ભીમકટા સહિતના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પંચના ભુવાઓ ખાસ ઉપસ્થિત રહીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે.આ રૂડા ધાર્મિક પ્રસંગે માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા નિમંત્રક પરષોત્તમભાઈ તરશીભાઈ જાવિયા, દયાલજીભાઈ તરશીભાઈ જાવિયા અને રામજીભાઈ તરશીભાઈ જાવિયા તેમજ સમગ્ર જાવિયા પરિવાર દ્વારા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Jamnagar #Jodiya #Padala #ChamundaMataji #NavrangoMandvo #ReligiousEvent #JaviyaParivar #MorbiUpdate #GujaratNews