ગૌરક્ષા અને વિશ્વ શાંતિ માટે નરસિંહ કવચના પાઠનું આયોજન કરાયુંમોરબી : મોરબી નજીક આવેલ લજાઈ ગામની શ્યામસુંદર ગૌશાળામાં આજે તારીખ 30/04/2026 ને ગુરુવારના રોજ નરસિંહ ચતુર્દશીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન નરસિંહના પ્રાગટ્ય દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.કીર્તન, આરતી અને ગૌપૂજનના કાર્યક્રમોનરસિંહ પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ગૌશાળામાં સૌપ્રથમ ભગવાનના નામનું સંકીર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાનની આરતી અને પુષ્પ અભિષેક કરવામાં આવ્યો હતો. આ અવસરે ગાયોનું પૂજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.નરસિંહ કવચના પાઠનું વિશેષ મહત્વગૌશાળાના અતુલ વિષ્ણુ દાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શ્યામસુંદર ગૌશાળામાં ગૌરક્ષા અને વિશ્વ શાંતિના કલ્યાણકારી હેતુથી 'નરસિંહ કવચ' ના પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન નરસિંહ સર્વવિઘ્ન વિનાશક અને ભક્ત વત્સલ છે. જે રીતે તેમણે પ્રહલાદ મહારાજને તમામ વિપત્તિઓમાંથી ઉગાર્યા હતા, તે રીતે તેઓ આજના સમયમાં પણ ભક્તોના જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે રક્ષણ આપે છે. ગૌરક્ષા અને વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે મોરબીના તમામ લોકોને નરસિંહ કવચનો પાઠ કરવા માટે પણ આ તકે અનુરોધ કરવામાં આવ્યો હતો.#Morbi #Lajai #ShyamSundarGaushala #NarsinghChaturdashi #NarsinghJayanti #GauSeva #MorbiNews #Gujarat