પર્યાવરણ, સ્વચ્છતા અને સાંસ્કૃતિક વારસાના સંદેશ સાથે શહેરના સૌંદર્યમાં વધારો કરાયોમોરબી: શહેરના સર્વાંગી વિકાસ અને સૌંદર્યીકરણને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકાની સાંસ્કૃતિક શાખા દ્વારા એક પ્રશંસનીય અને અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાણીના ટાંકાઓને આર્ટિસ્ટિક ચિત્રો દ્વારા નવી ઓળખ આપીને શહેરના દ્રશ્ય સૌંદર્યમાં વધારો કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.આ કામગીરી અંતર્ગત, અગાઉ સામાન્ય અને નિરસ દેખાતા પાણીના ટાંકાઓને હવે આકર્ષક ચિત્રો અને સર્જનાત્મક ડિઝાઇનોથી સજાવવામાં આવ્યા છે. આ ચિત્રોમાં પર્યાવરણ જાગૃતિ, સ્વચ્છતા અભિયાન, સાંસ્કૃતિક વારસો અને સામાજિક સંદેશાઓને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા છે, જે શહેરના નાગરિકોને હકારાત્મક પ્રેરણા આપે છે.મોરબી મહાનગરપાલિકાનો આ પ્રયાસ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી પૂરતો સીમિત નથી, પરંતુ શહેરને વધુ સુંદર બનાવી નાગરિકોમાં ગર્વની ભાવના ઊભી કરવાનો મુખ્ય હેતુ ધરાવે છે. આ પહેલ મોરબી શહેરને વધુ જીવંત, સ્વચ્છ અને આકર્ષક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે શહેરના સમૃદ્ધ અને સુવ્યવસ્થિત વિકાસ માટે ભવિષ્યમાં પણ આ પ્રકારની નવીન અને જનહિતકારી પહેલો સતત હાથ ધરવામાં આવશે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #CityBeautification #ArtisticMorbi #CleanMorbi #SwachhBharat #MorbiNews