વિદ્યાર્થીઓને 'સ્ટુડન્ટ ઑફ ધ યર' અને 'શ્રેષ્ઠ હાજરી સન્માન' એવોર્ડથી સન્માનિત કરાયા: આચાર્ય અનિલ બદ્રકિયા અને શિક્ષકોએ પાઠવી શુભકામનાઓમાળિયા (મિયાણા): માળિયા તાલુકાના મોટીબરાર ગામમાં આવેલી રત્નમણિ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ભાવભીના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, વિદાયગીતો અને પ્રસંગને અનુરૂપ વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.મોટીબરાર પ્રાથમિક શાળા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિશેષ સન્માન આપવામાં આવે છે. આ વર્ષે શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ધોરણ 8 ની વિદ્યાર્થિની નિધિબા અર્જુનસિંહ રાણાને 'સ્ટુડન્ટ ઑફ ધ યર' નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વર્ષ દરમિયાન શાળામાં સૌથી વધુ હાજરી નોંધાવનાર ત્રણ વિદ્યાર્થીઓ રીયા ખડોલા, રિધ્ધી ખડોલા અને નિધિબા રાણાને 'શ્રેષ્ઠ હાજરી સન્માન' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.સાથે જ શાળાની બાળસંસદના મહામંત્રી મિત વૈષ્ણવને તેની ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રોત્સાહન ઇનામ અર્પણ કરાયું હતું. કાર્યક્રમના અંતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ શાળાને યાદગીરી રૂપે ભેટ અર્પણ કરી હતી, જ્યારે શાળા પરિવાર તરફથી પણ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા અને તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને આગામી શિક્ષણ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.#Morbi #MorbiUpdate #Maliya #Motibarar #SchoolFarewell #StudentOfTheYear #EducationNews #GujaratNews