મૃતકના જમણા હાથની કલાઈ પર 'ઓમ' ત્રોફાવેલ છે, ઓળખ આપવા વાંકાનેર તાલુકા પોલીસની અપીલવાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ રેસી સિરામિક પાસેની ખુલ્લી જગ્યામાંથી એક આશરે 50 થી 60 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી છે. આ બનાવ ગત તા. 27/04/2026 ના કલાક 11:25 વાગ્યા પહેલા કોઈ પણ સમયે બન્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.પ્રાપ્ત વિગતો મુજબ, મૃતકના જમણા હાથની કલાઈ પર 'ઓમ' ત્રોફાવેલ છે. લાશનું પીએમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે અને હાલ લાશને મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.આ અજાણ્યા મૃતકની ઓળખ બાબતે કોઈ પણ વ્યક્તિને જાણકારી મળે તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર 02828 220086 તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.વી. ખાંભલાના મોબાઈલ નંબર 99746 84534 પર જાણ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #Wankaner #MorbiUpdate #NewsUpdate #UnidentifiedBody #PoliceAppeal