મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ઇમામના ઓટા પાસે રહેતા ફરિયાદી સમસુદીનભાઈ અકબરભાઈ પઠાણ ઉ.24ની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું જીજે - 36 - એકયું - 2780 નંબરનું મોટર સાયકલ ગત તા.28ના રોજ કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા વાહન ચોરીના આ બનાવમાં બી ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.