વેરશીદાદાની સમાધિ પૂજન તથા 22મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનવાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામે આગામી તારીખ 1-05-2026 ને શુક્રવારના રોજ બાવરવા પરિવારના આંગણે ગેલ માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો તથા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.વેરશીદાદાની સમાધિ પૂજન તથા 22મા પાટોત્સવ નિમિત્તે આ ધાર્મિક મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમના નિમંત્રક ભુવા પરસોતમભાઈ વેરશીભાઈ બાવરવા, સ્વ. ભરતભાઈ વેગડ તથા પરિવાર (નવા ધમલપર, તા. વાંકાનેર, જી. મોરબી) દ્વારા સમસ્ત લોકોને માતાજીના દર્શન કરવા તથા મહાપ્રસાદ લેવા પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ રૂડા અવસરે ડાક કલાકાર જીવરાજભાઈ કુંટીયા પણ ઉપસ્થિત રહેશે અને કરના ભુવા તરીકે રાકેશભાઈ પરસોત્તમભાઈ બાવરવા હાજરી આપશે.કાર્યક્રમની રૂપરેખાતારીખ 1-05-2026 ને શુક્રવારના રોજ યોજાનાર આ મહોત્સવમાં નીચે મુજબના કાર્યક્રમો યોજાશે.સવારે 7:30 કલાકે: માંડવાની થાંભલી રોપણસવારે 8:30 કલાકે: નવચંડી યજ્ઞસવારે 10:00 કલાકે: વિધિ પૂજન (માતાજીનો અભિષેક)સવારે 10:30 કલાકે: સમાધિ પૂજનબપોરે 11:00 કલાકે: હોમકાર્યબપોરે 3:00 કલાકે: બીડું હોમવાનુંસાંજે 4:00 કલાકે: ભુવાના સામૈયારાત્રે 9:00 કલાકે: માતાજીનું માંડલુંથાંભલી વધાવવાનું મુહુર્ત તારીખ 2-05-2026 ને શનિવારે વહેલી સવારે રાખવામાં આવેલ છે.આ મંગલમય અવસરે તારીખ 1-05-2026 ના રોજ બપોરે 11 થી રાત્રે 11 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભાવિક ભક્તો રૂબરૂ દર્શનનો લાભ લઈ શકે તેમ ન હોય તેમના માટે માતાજીના માંડવાનું યુટ્યુબ ચેનલ 'MAA MELDI VIDEO SARDHAR' પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. વધુ માહિતી માટે વેલજીભાઈ (મો. 97146 46220) અથવા ગણેશભાઈ (મો. 82387 99904) નો સંપર્ક કરી શકાશે.#Morbi #Wankaner #NavaDhamalpar #GelMataji #NavchandiYagna #Mandvo #ReligiousEvent #MorbiUpdate