ટંકારા : ટંકારા નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં ભાજપે તમામ 4 બેઠકો કબ્જે કરીને વિજયનું બ્યુગલ ફૂંક્યું છે. યુવા પત્રકાર, સામાજિક સેવક અને બાળકોના પ્રિય એવા જયેશ ભટાસણાનો 1055 મત સાથે 767 ની જંગી લીડથી ભવ્ય વિજય થયો છે.આ ઉપરાંત, વોર્ડ નંબર 1 માં યુવા એડવોકેટ અને કાયદાના તજજ્ઞ સિરાજ અબ્રાણીએ એકલા હાથે 8 ઉમેદવારોની જવાબદારી ઉપાડી હતી. તેમણે દૈનિક 4 સભાઓ અને બેઠકો યોજીને સેકન્ડ ટુ સેકન્ડનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. તેમની ભાજપ તરફી મતદાનની અપીલે પાલિકામાં બહુમતીનો માર્ગ આસાન કર્યો હતો. આમ જનતાએ પોતાના જનાદેશમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર નામના નહીં પરંતુ કામના નેતાઓને ખોબલે ને ધોબલે મત આપે છે. આ પરિણામો સાથે જ ટંકારા નગરપાલિકા યુવાનો, એજ્યુકેટેડ અને આયોજનની કુનેહ ધરાવતા નેતૃત્વવાળી પાલિકા બની છે.અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2024 માં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મજયંતિની કાયમી ભેટ સ્વરૂપે ટંકારાને પાલિકાનો દરજ્જો આપ્યો હતો. પાલિકામાં વિકાસને વેગ આપવા માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, અગ્રણી આગેવાન અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મગનભાઈ વડાવિયા, ભવાનભાઈ ભાગિયા, દિનેશ ગડારા, રૂપસિંહ ઝાલા, ગણેશ નમેરા, કિરીટ અંદરપા, ધર્મેન્દ્ર ત્રિવેદી, ઈશ્વર ધેટીયા, પરેશ કંસારા, રમેશકુમાર કૈલા, ભાલોડિયા ભાઈ, નિલેશ પટણી, બિપીન પ્રજાપતિ, જાવિદ માડકીયા, ભાવિન સેજપાલ સહિતના ટંકારા શહેરના અગ્રણી આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તમામની મહેનતના પરિણામ સ્વરૂપ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને ભાજપે વિજયનો ઝંડો લહેરાવ્યો છે.#Tankara #TankaraNagarPalika #ElectionResults #BJP #JayeshBhatasana #MorbiUpdate #GujaratElections #MorbiNews #TankaraNews