મોરબી : મો૨બી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 13 નું આખરી પરિણામ પત્રક જાહેર કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી, મોરબી દ્વારા 28/04/2026 ના રોજ આ પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ પત્રક બી-વિંગ, સરકારી પોલીટેકનીક કોલેજ, ઘૂંટુ રોડ, મોરબી ખાતેથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચૂંટણી પરિણામના આંકડાકીય અહેવાલ મુજબ, વોર્ડ નંબર 13 માં કુલ 29618 મતોની ગણતરી કરવામાં આવી છે. આમાં મતદાન કરેલા માન્ય મતોની કુલ સંખ્યા 29451 છે. આ ઉપરાંત, અમાન્ય મતોની કુલ સંખ્યા 27 છે. જ્યારે નોટા (NOTA) દ્વારા થયેલ મતોની કુલ સંખ્યા 140 નોંધાઈ છે. સુપરત કરેલા મતોની કુલ સંખ્યા 0 છે.ઉમેદવારોને મળેલા મતોની વિગત નીચે મુજબ છે:● આરિફ અબ્દુલભાઈ સલોત (આમ આદમી પાર્ટી) ને 1178 મત મળ્યા છે.● ઈમરાનભાઈ ઉસ્માનભાઈ સોલંકી (ભા૨તીય રાષ્ટ્રીય કોંગ્રેસ) ને 1750 મત મળ્યા છે.● કલ્પેશ જગદીશભાઈ સોનગ્રા (આમ આદમી પાર્ટી) ને 1380 મત મળ્યા છે.● કંચનબેન રતિલાલ જાદવ (ભા૨તીય રાષ્ટ્રીય કૉંગ્રેસ) ને 1585 મત મળ્યા છે.● ગીતાબેન મનોજભાઈ સોલંકી (ભા૨તીય જનતા પાર્ટી) ને 4345 મત મળ્યા છે.● ગીતાબેન રાકેશભાઈ સાવરિયા (આમ આદમી પાર્ટી) ને 1071 મત મળ્યા છે.● ચંદ્રીકાબેન જગદીશભાઈ ગજીયા (આમ આદમી પાર્ટી) ને 1095 મત મળ્યા છે.● જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા (ભારતીય જનતા પાર્ટી) ને 4640 મત મળ્યા છે.● ટ્વિકલ ચંદુભાઈ મકવાણા (ભા૨તીય રાષ્ટ્રીય કૉંગ્રેસ) ને 1560 મત મળ્યા છે.● ભાવિકકુમાર ભરતભાઈ જારીયા (ભારતીય જનતા પાર્ટી) ને 5033 મત મળ્યા છે.● રાજેશભાઈ કાનજીભાઈ ડાભી (ભારતીય જનતા પાર્ટી) ને 4473 મત મળ્યા છે.● વિનોદભાઈ ૨ણછોડભાઈ નકુમ (ભા૨તીય રાષ્ટ્રીય કોંગ્રેસ) ને 1341 મત મળ્યા છે.વોર્ડ નંબર 13 ના વિજેતા ઉમેદવારોની વિગત:● ગીતાબેન મનોજભાઈ સોલંકી અનુસુચિત જાતિ સ્ત્રી બેઠક ઉપર યોગ્ય રીતે ચૂંટાયેલા જાહેર થયા છે.● જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા સામાન્ય સ્ત્રી બેઠક ઉપર યોગ્ય રીતે ચૂંટાયેલા જાહેર થયા છે.● ભાવિકકુમાર ભરતભાઈ જારીયા પછાતવર્ગ બેઠક ઉપર યોગ્ય રીતે ચૂંટાયેલા જાહેર થયા છે.● રાજેશભાઈ કાનજીભાઈ ડાભી સામાન્ય બેઠક ઉપર યોગ્ય રીતે ચૂંટાયેલા જાહેર થયા છે.#MorbiUpdate #MorbiMunicipalCorporation #MorbiElection2026 #Ward13 #ElectionResults #MorbiNews #GujaratPolitics #MorbiPolity