માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે વોર્ડ નંબર 1 બાદ વોર્ડ નંબર 2માં પણ વિજય મેળવ્યો છે. વોર્ડ નંબર 2માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા થઈ છે. કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા થતા કોંગ્રેસમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.માળિયા (મિયાણા) નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 2 પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. કોંગ્રેસના ચારેય ઉમેદવાર શકીના જુમ્માભાઈ શેડાત, ઈકબાલ સુભાન સંઘવાણી, સાજેદાબી ફતેમામદ મોવર અને વિરમ નુરાલી મોવર વિજેતા થયા છે. જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે.