ચૂંટણી સ્ટાફ અને રાજકીય પ્રતિનિધિઓએ ગુપ્તતાના શપથ લીધા બાદ મતગણતરીના શ્રી ગણેશ મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને લોકોમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. આજે સવારે 9 વાગ્યાથી તમામ મતગણતરી કેન્દ્રો પર સત્તાવાર રીતે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, મતગણતરીની શરૂઆતમાં સૌથી પહેલા પોસ્ટલ બેલેટની (ટપાલ મતપત્ર) ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ પૂર્વે રાજકીય પ્રતિનિધિઓ અને ચૂંટણી સ્ટાફે ગુપ્તતાના શપથ લીધા હતા. મતગણતરી કેન્દ્રો પર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉમેદવારોના ભાવિનો ફેંસલો થોડા જ કલાકોમાં સ્પષ્ટ થવા લાગશે.#MorbiUpdate #ElectionResults #VoteCounting #Elections #PostalBallot #ResultUpdate #MorbiNews #Election2026