મોરબી ઔદ્યોગિક અને શહેર પેટા વિભાગના કોસ્મો, સોરેન્ટો અને સુઝુકી ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશેમોરબીમાં 66 કેવી મહેન્દ્રનગર સબ સ્ટેશનમાં મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી તારીખ 29/04/2026, બુધવારના રોજ મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ અને મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. * મોરબી ઔદ્યોગિક પેટા વિભાગમોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળનું કોસ્મો જેજીવાય ફીડર સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી ઇન્દિરા નગર, ધર્મ મંગલ સોસાયટી, શિવ પાર્ક, સત્યમ પાર્ક, શીતળા માં વિસ્તાર તેમજ ઉમા વિલેજ સોસાયટી વિસ્તાર અને આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.મોરબી શહેર પેટા-02 વિભાગમોરબી શહેર પેટા 02 વિભાગ હેઠળનું સોરેન્ટો અને સુઝુકી ફીડર સવારે 06:00 થી બપોરે 04:00 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં સોરેન્ટો સિરામિક, સિલ્વરપાર્ક સોસાયટી, યોગીનગર, ઘેટાં ઉછેર કેન્દ્ર, મધુ સ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર, ચિંતન વિદ્યાલય, વિકાસ વિદ્યાલય વગેરે તથા આસપાસના વિસ્તારો અને જૂના ઘૂંટુ રોડ, સુઝુકી સિરામિક, સોનેટ સીરામીક, શ્રીનાથજી વેબ્રિજ, તુલસી ચેમ્બર, સ્વાગત સીરામીક, પટેલ ચેમ્બર, અજંતા બિઝનેસ હાઉસ, લાતી વાળી શેરી, ભગવતી એગ્રો, ભક્તિ ચેમ્બર, ધર્મ ભક્તિ એસ્ટેટ, ધર્મ ભક્તિ ચેમ્બર, ગુરુ કૃપા એન્જિનિયરિંગ વાળી શેરી, યોગેશ પોટરી, ધર્મ ગંગા એસ્ટેટ, સુયશ પેટ્રોલ પંપ, ઉમિયા સ્ટોન, મારુતિ મશીન ટૂલ્સ, સદગુરુ એન્જિનિયરિંગ, સન ગોલ્ડ સીરામીક, અનિલ સિરામિક અને જયંત એસ્ટેટ વગેરે વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયક ઈજનેરની યાદીમાં જણાવાયું છે#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #MorbiNews #Mahendranagar #MorbiCity