મોરબી : મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 2 ના આખરી પરિણામો જાહેર થઈ ગયા છે. ઘૂંટુ રોડ પર આવેલી સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે યોજાયેલી મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોએ જીત મેળવીને પેનલ વિજય નોંધાવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા નિયમાનુસાર કાર્યરીતિ પૂર્ણ કર્યા બાદ ભાજપના ચારેય ઉમેદવારોને સત્તાવાર રીતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.આ ચૂંટણીમાં મેદાનમાં રહેલા 16 ઉમેદવારોને મળેલા મતોની વિગત નીચે મુજબ છે:● આરતીબેન અમિતભાઈ જંજવાડીયા (ભારતીય જનતા પાર્ટી): 3939 મત● મનસુખભાઈ મુળજીભાઈ સારેસા (ભારતીય જનતા પાર્ટી): 3485 મત● જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા (ભારતીય જનતા પાર્ટી): 3452 મત● સીતાબેન પરબતભાઈ હુંબલ (ભારતીય જનતા પાર્ટી): 3451 મત● કોમલબેન સુનીલભાઈ કગથરા (ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ): 3085 મત● હિતેન્દ્ર ભગવાનજી ચૌહાણ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ): 2687 મત● જેતુનબેન જુમાભાઈ સુમરા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ): 2571 મત● હુશેનભાઈ ભચુભાઈ ભટી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ): 2323 મત● ઈકબાલભાઈ હુસેનભાઈ કટિયા (આમ આદમી પાર્ટી): 1596 મત● જયેશ ખીમજીભાઈ સારેસા (આમ આદમી પાર્ટી): 1419 મત● તેજલ કિરણભાઈ કાનગડ (આમ આદમી પાર્ટી): 1408 મત● કાજલબેન જયેશકુમાર ધંધુકિયા (આમ આદમી પાર્ટી): 1345 મત● હુસેનબાનુ જામ (અપક્ષ): 717 મત● જયભાઈ ભુપેન્દ્રભાઈ સાગઠીયા (બહુજન સમાજ પાર્ટી): 664 મત● કેશવલાલ છગનલાલ શુકલ (અપક્ષ): 485 મત● રવિકુમાર કૈલાશભાઈ (અપક્ષ): 277 મતમતગણતરીના સત્તાવાર આંકડાઓ મુજબ વોર્ડ નંબર 2 માં કુલ 33122 મતો નોંધાયા હતા. જેમાંથી મતદાન કરેલા માન્ય મતોની કુલ સંખ્યા 32904 રહી હતી. આ ઉપરાંત 199 મતો નોટા (NOTA) વિકલ્પ પર પડ્યા હતા, જ્યારે 19 મતો અમાન્ય ઠર્યા હતા.#MorbiUpdate #MorbiNews #Morbi #Ward2 #MorbiMunicipalCorporation #ElectionResults #GujaratElections #BJP #Congress #AAP #Elections2026