તમામ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ શાનદાર જીત મેળવી, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોનો રકાસમોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપે આ વોર્ડમાં પોતાની આખી પેનલ જીતાડીને સપાટો બોલાવ્યો છે અને તમામ 4 બેઠકો પર કબ્જો જમાવ્યો છે. ભાજપની પેનલ વિજેતા જાહેર થતા જ સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વોર્ડના ચૂંટણી જંગમાં કુલ 16 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જેમાં ભાજપની સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું હતું. પરંતુ મતદારોએ ભાજપના ઉમેદવારો પર પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે અને તેમને બહુમતીથી વિજેતા બનાવ્યા છે. ચારેય બેઠકો પર શાનદાર જીત બાદ વિજેતા ઉમેદવારો અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજેતા ઉમેદવારો દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.વોર્ડ નંબર 1 માં વિજેતા થયેલા ભાજપના 4 ઉમેદવારો નીચે મુજબ છે:● જયંતિલાલ દામજીભાઇ પડસુંબિયા● રમાબેન પરેશકુમાર રૂપાલા● વીણાબેન માવજીભાઇ કંઝારીયા● જયદીપ પ્રશાંતભાઇ મહેતા#Morbi #MorbiUpdate #MorbiElections #WardNumber1 #MorbiMahanagarpalika #ElectionResults #BJPMorbi #MorbiNews