એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટમાં ગયેલ મોટરસાયકલ અને રોકડ રકમ રિકવર કરીમોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈકમાં લિફ્ટ માંગવાના બહાને છરી દેખાડી લૂંટ ચલાવનાર એક આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલું મોટરસાયકલ અને 10,000 રૂપિયા રોકડા તથા ગુનામાં વપરાયેલી છરી કબ્જે કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના જેરાતરા ગામના અને હાલ મોરબીના નવલખી રોડ પર યમુનાનગર-2 ન્યૂ શ્રદ્ધાપાર્કમાં રહેતા ભુરારામ નરશીરામ ચૌધરી નામના યુવાને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ તેમના બાઈકમાં લિફ્ટ માંગી હતી અને અંધારાવાળી ગલીમાં લઈ જઈ છરી દેખાડીને હોન્ડા શાઈન મોટરસાયકલ તેમજ 15,000 રૂપિયા રોકડાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે બી.એન.એસ. કલમ 309(4), 3(5), 351(3) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ 0775/2026 નંબરથી ગુનો દાખલ કર્યો હતો. પોલીસની કામગીરી અને ઝડપાયેલ આરોપીમોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. વાય.બી. જાડેજાએ આરોપીઓને શોધવા સૂચના આપી હતી. જેના આધારે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે એક આરોપી કુલદિપસિંગ ઉર્ફે કાલી ધવલસિંગ ખીચી/સરદારજી (ઉં.વ. 26, ધંધો- ચાવી બનાવવાનો, રહે. ડિલક્ષ પાન પાસે, રણછોડનગર, લાયન્સનગર, મોરબી) ને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી લૂંટમાં ગયેલું GJ-03-EQ3881 નંબરનું હોન્ડા શાઈન મોટરસાયકલ, 10,000 રૂપિયા રોકડા અને છરી જપ્ત કરવામાં આવી છે. આ ગુનામાં સામેલ અન્ય આરોપી દેવાસિંગ ભરતસિંગ સરદારજી (રહે. લાયન્સનગર, મોરબી) ને પકડવાની કાર્યવાહી હાલ બાકી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસઝડપાયેલ આરોપી કુલદિપસિંગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેની સામે અગાઉ પણ નીચે મુજબના ગુના નોંધાયેલા છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 808/2018 (પ્રોહી કલમ 66(1)બી, 85(1)) મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 92/2019 (જી.પી. એક્ટ 122(સી)) મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 934/2019 (જી.પી. એક્ટ 122(સી)) મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 554/2023 (જી.પી. એક્ટ 122(સી)) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 2289/2025 (પ્રોહી કલમ 65એ.એ.) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 2290/2025 (જી.પી. એક્ટ 135) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 2245/2025 (પ્રોહી કલમ 65એ.એ.) કામગીરી કરનાર પોલીસ ટીમઆ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.સી. ગોહિલ, એન.આર. વાણીયા, એ.એસ.આઈ. સવજીભાઈ દાફડા, કિશોરભાઈ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, જયદીપભાઈ દેવસુર, રવિભાઈ પટેલ, અશ્વિનસિંહ સુર, મનોજભાઈ પટેલ અને દિપકભાઈ બારોટ દ્વારા કરવામાં આવી છે. #Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #MorbiCityADivision #GujaratPolice #LootCase