સિકંદરાબાદ–રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 45 મિનિટ મોડી પડશેમોરબી: પશ્ચિમ રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી બ્લોક લેવામાં આવશે. જેને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતા ટ્રેન વ્યવહારને અસર પહોંચશે.ગેરતપુર-અમદાવાદ રેલખંડ પર કામગીરીરાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી કામગીરી કરવામાં આવી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવાની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આ ટ્રેનો પ્રભાવિત થશે.પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત* ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી તારીખ 29-04-2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. * ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ–રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 29-04-2026 ના રોજ વડોદરા ડિવિઝનમાં અંદાજે 45 મિનિટ જેટલી રેગ્યુલેટ (મોડી) થશે.રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અગવડતા ટાળવા માટે ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #IndianRailway #WesternRailway #TrainCancelled #JamnagarVadodaraIntercity #BulletTrainProject #SaurashtraNews