મુળી તાલુકાના કળમાદ ગામના શખ્સ સામે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસાનું વોરંટ ઇશ્યૂ કરતા હળવદ પોલીસની કાર્યવાહીમોરબી : હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ઇંગ્લિશ દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા એક આરોપી સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી. મોરબીના જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી આ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનું પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. વોરંટ ઇસ્યુ થતાની સાથે જ હળવદ પોલીસે આરોપી એવા જયરાજ દીલુભાઈ ઉર્ફે દીલીપભાઇ બોરીચા રહે. કળમાદ, તા. મુળી, જિ. સુરેન્દ્રનગરવાળાની અટકાયત કરવા અલગ-અલગ ટીમો બનાવી હતી અને તેને પકડી પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી જેલહવાલે કર્યો છે. આ કામગીરીમાં આર.ટી. વ્યાસ (પોલીસ ઇન્સ્પેક્ટર, હળવદ પોલીસ સ્ટેશન) અને હળવદ પોલીસ સ્ટાફના માણસો રોકાયેલ હતા.#Morbi #Halvad #MorbiUpdate #HalvadPolice #MorbiPolice #PASACrime #Bootlegger #GujaratPolice #CrimeNews