મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટન મિલની ચાલીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) ભીખાભાઇ હાસમભાઇ સુમરા, રહે. વીશીપરા રમેશ કોટન મીલની ચાલી, મોરબી (2) ઇસ્માઇલભાઇ કાસમભાઇ સુમરા, રહે. વીશીપરા મદીના સોસાયટી, મોરબી (3) આમદભાઇ કાસમભાઇ સુમરા, રહે. વીશીપરા વિજયનગર મસ્જીદ પાછળ,મોરબી (4) ફીરોજભાઇ તૈયબભાઇ સુમરા, રહે. વાવડી રોડ, ક્રિષ્ના પાર્ક, મોરબી અને આરોપી (5) રાજેશભાઇ ચતુરભાઇ રાઠોડ, રહે. જોન્સનગર, બીલાલી મસ્જીદ પાછળ, વીશીપરા, મોરબીવાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂ.7250 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.