રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો-સાહિત્યકારોનું કરાશે સન્માન, સાથે ગુજરાતી શ્રુતલેખન સ્પર્ધાનું પણ આયોજનમોરબી: મોરબીમાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર શિક્ષકો અને સાહિત્યકારોને બિરદાવવા માટે કોમનમેન ફાઉન્ડેશન-મોરબી દ્વારા આગામી 03 મેના રોજ 'સારસ્વત સન્માન સમારોહ'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મોરબી શહેરના યશસ્વી શિક્ષકો અને સાહિત્યકારોના સન્માનનો આ પ્રથમ કાર્યક્રમ છે.આ કાર્યક્રમ 03-05-2026, રવિવારના રોજ સાંજે 4:00 વાગ્યે સ્વામિનારાયણ સંસ્કાર બ્લડ બેંક, જીઆઈડીસી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. આ સમારોહમાં મુખ્ય વક્તા તરીકે લોકભારતી યુનિવર્સિટી, સણોસરાના વાઈસ પ્રેસિડન્ટ, શિક્ષણવિદ્દ અને મોટિવેશનલ સ્પીકર ડો. વિશાલ ભાદાણી વિશેષ માર્ગદર્શન પૂરું પાડશે. રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરનાર નિષ્ઠાવાન શિક્ષકો તેમજ સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક પ્રાપ્ત કરનાર સાહિત્યકારોને આ મંચ પરથી સન્માનિત કરવામાં આવશે.ગુજરાતી શ્રુતલેખન સ્પર્ધાનું આકર્ષણકાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભાષાની શુદ્ધતાને પ્રોત્સાહન આપવા તમામ માટે ઓપન (ઓપન ફોર ઓલ) 'ગુજરાતી શ્રુતલેખન સ્પર્ધા' એટલે કે સાચી જોડણી હરીફાઈ પણ યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓએ બપોરે 3:30 વાગ્યે સ્થળ પર હાજર રહી નોંધણી કરાવવાની રહેશે. સ્પર્ધકોને સ્થળ પર જ પેપર અને પેન આપવામાં આવશે. ત્યારબાદ એક પેરેગ્રાફ બોલીને સંભળાવવામાં આવશે અને તેમાંથી ઓછામાં ઓછા જોડણી દોષ કરનાર પ્રથમ 5 વિજેતાઓને સરપ્રાઈઝ ગિફ્ટ આપીને નવાજવામાં આવશે.કોમનમેન ફાઉન્ડેશન-મોરબીના પ્રમુખ ડો. સતીશ પટેલ, સંયોજક ધરતીબેન બરાસરા અને સેક્રેટરી એ. આર. ચંદ્રાસલા દ્વારા તમામ આમંત્રિત શિક્ષકો અને સાહિત્યકારોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજનમાં સાનુકૂળતા રહે તે માટે આમંત્રિતોને તેમની સાથે આવનાર સભ્યોની સંખ્યા વોટ્સએપ દ્વારા મોબાઈલ નંબર 9825162162 પર જણાવવા અપીલ કરાઈ છે.#Morbi #MorbiNews #MorbiUpdate #CommonmanFoundation #SaraswatSanman #GujaratiLiterature #TeachersAward