પક્ષે સોંપેલી જવાબદારીનું યોગ્ય નિર્વહન કરવામાં પૂર્ણ રીતે સફળ ન જતા ચિંતન રાજ્યગુરુએ રાજીનામું ધર્યુંમોરબી: મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 3 માં કોંગ્રેસ પક્ષની પેનલના નિરાશાજનક પરિણામ બાદ મોરબી શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ ચિંતન મહેશભાઈ રાજ્યગુરૂ (મંડીર) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.ચિંતન રાજ્યગુરૂએ મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખને ઉદ્દેશીને આપેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, વોર્ડ નંબર 3 માં મળેલા નિરાશાજનક પરિણામને તેઓ અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છે. પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી નિભાવવામાં તેઓ સંપૂર્ણપણે સફળ રહ્યા નથી તેનો તેમણે ખુલ્લા મને સ્વીકાર કર્યો છે. પક્ષની પરંપરા અને નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને તેમણે સ્વૈચ્છિક રીતે નૈતિક જવાબદારી સ્વીકારીને મોરબી શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે.પોતાના પત્રના અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્ણય પાર્ટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને જવાબદારીની ભાવના દર્શાવે છે. પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ તેઓ આગામી સમયમાં કોંગ્રેસના એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે પક્ષ માટે સતત કાર્યરત રહેશે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #Congress #YouthCongress #Resignation #MorbiPolitics #MorbiNews #GujaratPolitics