કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો રકાસ થયો મોરબી : મોરબી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ પાર્ટી એકધારી જીત તરફ આગળ ધપી રહી છે ત્યારે શહેરના વોર્ડ નંબર 12માં શહેર ભાજપ પ્રમુખ રીશીપ કૈલાની પેનલનો વિજય થયો છે.વોર્ડ નંબર 12માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોથી ભાજપના ઉમેદવારોને બેથી ત્રણ ગણા મત મળ્યા હતા.રીષિ૫કુમાર નારણભાઇ કૈલા - ભાજપ - 6030 - વિજેતા બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા - ભાજપ - 5212 - વિજેતા મેઘાબેન દિપકકુમાર પોપટ - ભાજપ - 5118 - વિજેતા શીતલ સાગરભાઇ વઘાડીયા - ભાજપ - 5136 - વિજેતા ૫રિમલ અરવિંદભાઇ કૈલા - આપ - 2308રિયાઝ રજાકભાઇ ચાનિયા - આપ - 1772જીશ્મા જયેશભાઇ ઠાકર - આપ- 1575કિરણબેન શાંતિલાલ ૫રમાર - આપ - 1858જગદીશ રમેશભાઇ સોનગ્રા -કોંગ્રેસ - 1990કોમલબેન પ્રદી૫કુમાર ભોજાણી - કોંગ્રેસ - 2680વિનોદકુમાર નાનજીભાઇ વીડજા - કોંગ્રેસ - 2450વોર્ડ નંબર 12માં કુલ 36,277 મત નોંધાયા હતા જેમાંથી 14 મત અમાન્ય રહ્યા હતા અને 134 મત નોટામાં ગયા હતા અહીં કુલ 36,129 મત માન્ય રહ્યા હતા.