મોરબી : મોરબી તાલુકા પંચાયતની ખરેડા બેઠક પર ભાજપની જીત થઈ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ગણપતભાઈ માદેવભાઈ લોલારીયાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મહેશભાઈ ડાભી અને આપના લાલજીભાઈ ડાભીની હાર થઈ છે.ખરેડા બેઠક પર ભાજપના ગણપતભાઈ લોલારીયાને 1178 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના મહેશભાઈ ડાભીને 767 અને આમ આદમી પાર્ટીના લાલજીભાઈ ડાભીને 914 મત મળ્યા છે.