વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની ખખાણા બેઠકનું પરિણામ જાહેર થયું છે. આ બેઠક પર ભાજપનો કબજો જોવા મળ્યો છે. વાંકાનેર તાલુકા પંચાયતની ખખાણા બેઠક પર ભાજપના ઉમેદવાર દિપકભાઈ જીણાભાઈ ગોધાણીને જીત મળી છે.ખખાણા બેઠક પર ભાજપના ઉમેદવાર દિપકભાઈ ગોધાણીને 1907 મત, કોંગ્રેસના રસીકકુમાર ચૌહાણને 1030 મત અને આમ આદમી પાર્ટીના પ્રવિણભાઈ ડાંગરને 505 મત મળ્યા છે.