મોરબી : મોરબી તાલુકા પંચાયતની જુના નાગડાવાસ બેઠકનું પરિણામ જાહેર થયું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થયો છે. જુના નાગડાવાસ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી જેમાં ભાજપના ઉમેદવાર હેતલબા જાડેજાનો જંગી બહુનમતીથી વિજય થયો છે. જુના નાગડાવાસ બેઠક પર ભાજપના ઉમેદવાર હેતલબા રાજદીપસિંહ જાડેજાને 2288 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના લીલાબા બટુકસિંહ જાડેજાને 949 મત મળ્યા છે. આમ ભાજપના ઉમેદવારનો 1339 જેટલા મતથી વિજય થયો છે.