મોરબી : મોરબી જિલ્લા પંચાયતની 8-જાંબુડીયા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. મોરબીની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે યોજાયેલી મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલનો જંગી બહુમતી સાથે વિજય થયો છે. જાંબુડીયા બેઠક પર મુખ્યત્વે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં મતગણતરીના અંતે ઉમેદવારોને મળેલા કુલ મતોની વિગત નીચે મુજબ છે:● જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલ (ભાજપ): 6678 મત● પિંકુબેન રાજેશભાઈ ચૌહાણ (કોંગ્રેસ): 2931 મત● લીલાબેન મુકેશભાઈ પરમાર (આપ): 1976 મત● નોટા (NOTA): 184 મતઆમ, ભાજપના ઉમેદવાર જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલને કુલ 6678 મતો મળ્યા છે, જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર પિંકુબેન રાજેશભાઈ ચૌહાણને 2931 મતો પ્રાપ્ત થયા છે. ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને 3747 મતોની વિશાળ સરસાઈથી પરાજય આપ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લીલાબેન મુકેશભાઈ પરમાર 1976 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા છે.ચૂંટણી અધિકારી દ્વારા પરિણામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક પર કુલ 11769 માન્ય મતો નોંધાયા હતા અને 4 મતો અસ્વીકાર્ય ઠર્યા હતા. વિજયની જાહેરાત થતા જ ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.#Morbi #MorbiUpdate #Jambudiya #DistrictPanchayat #ElectionResult #BJP #Congress #AAP #GujaratPolitics #MorbiNews