મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ઉમા ટાઉનશિપ ખાતે સાંજે 5:45 કલાકે આભાર દર્શન કાર્યક્રમનું આયોજનમોરબી : 65 મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં સંપન્ન થયું છે અને આજે 28 તારીખે મતગણતરી પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સાંજે તમામ ઉમેદવારોના અભિવાદન અને આભાર દર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, માળિયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ માળિયા નગરપાલિકા વગેરે સંસ્થાઓમાં ચૂંટણી લડેલા તમામ ઉમેદવારોનું આ સમારોહમાં અભિવાદન કરવામાં આવશે. આ કાર્યક્રમ ઉમેદવારોની સાથે કાર્યકર્તાઓ તથા પ્રજાજનોનો આભાર માનવા માટે યોજાશે. મતગણતરી બાદ તમામ ઉમેદવારો પોતાના વિસ્તારના મતદારોનો આભાર માની, તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બહોળી સંખ્યામાં આ સમારોહમાં પધારશે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર મંત્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા દ્વારા આ કાર્યક્રમ માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આભાર દર્શન કાર્યક્રમ 28-04-2026, મંગળવારના રોજ સાંજે 5:45 કલાકે ઉમા ટાઉનશિપ, મોરબી-2 ખાતે યોજાશે. સમારોહ સંપન્ન થયા બાદ ઉપસ્થિત સૌ માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #BJPMorbi #LocalBodyElections #MorbiNews #Maliya #KantilalAmrutiya #GujaratElections