મોરબી : મોરબીની 21-રાજપર તાલુકા પંચાયત મતદાર વિભાગની ચૂંટણીના આખરી પરિણામો 28/04/2026 ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. મોરબીના ઘુંટું રોડ પર આવેલી સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે ચૂંટણી અધિકારી અને મોરબી(ગ્રામ્ય) ના મામલતદાર દ્વારા આખરી પરિણામ પત્રક બહાર પાડવામાં આવ્યું છે. આ પરિણામો અનુસાર ભાજપના ઉમેદવાર 161 મતથી વિજેતા બન્યા છે.કુલ મતદાન: 4885 મતભાજપના ઉમેદવાર (વિજેતા): તુલસીબેન કેતનભાઈ મારવણિયાને કુલ 2467 મતો મળ્યા કોંગ્રેસ ઉમેદવાર: જલ્પાબેન ભાવિકભાઈ મેરજાને 2306 મતો NOTA : 112 મતો